રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 420 નવા કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં આજે કોરોનાના 420 કેસ નોંધાયા છે... રાજ્યમાં કુલ એકટિવ કેસની સંખ્યાં 2 હજાર 463 છે... જેમાં બે દર્દી વેન્ટીલેટર પર છે. આંકડાકીય માહિતી જોઇએ તો અમદાવાદમાં 156,, સુરત જિલ્લામાં 79 જ્યારે સુરત શહેરમાં 13 કેસ નોંધાયા છે. વડોદરામાં 59, મહેસાણામાં 17, ગાંધીનગરમાં 14 કેસ નોંધાયા છે. કચ્છ, રાજકોટ, અને વલસાડમાં નવ-નવ કેસ નોંધાયા છે. આજે કોરોનામાં કોઇનું મૃત્યું થયું નથી. આજે રાજ્યભરમાં 9 હજાર 488 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સાજા થવાનો દર 98 પોઇન્ટ 91 ટકા નોંધાયો છે.
