રાજ્યભરમાં મેઘરાજાની થઇ ધમાકેદાર એન્ટ્રી
Live TV
-
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસના ઉકળાટ બાદ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી..ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. તો, રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હતા. રાજમાર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી પગલે કલેક્ટર તંત્ર દ્વારા લોકોને પાણીથી દૂર રહેવા તેમજ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. ગાજવીજ સાથે વલસાડ જિલ્લા સહિત દમણ સેલવાસમાં વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં 2.6 ઇંચ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો હતો..અંબાજીના દાતા ખાતે જોરદાર પવન સાથે 14 મીમી જેટલો વરસાદ પડતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.. ભારે પવનના પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાયી થયા હતાં. તો તાપી જિલ્લાના સોનગઢમાં ગાજવીજ અને પવન સાથે 42 મીમી. વરસાદ નોંધાયો હતો.
