આજે NFSUનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રહેશે ઉપસ્થિત
Live TV
-
પદવીદાન સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેશે.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે. ગાંધીનગર ખાતે (NFSU)ના કેમ્પસમાં યોજાનારા આ પદવીદાન સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રિપબ્લિક ઓફ રવાન્ડાના શિક્ષણમંત્રી ગાસ્પર્ડ ટ્વાગિરાયેઝુ, ઉપસ્થિત રહેશે.
વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ-2022-23માં ઉત્તીર્ણ થયેલા કુલ 48 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના કુલ એક હજાર, 178 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. જેમાં 23 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી એનાયત કરાશે. મુખ્ય અતિથિ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને સુવર્ણ ચંદ્રક અપાશે.