આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાના વાવરમાં સપડાયુ
Live TV
-
આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાના વાવરમાં સપડાયુ છે. ગામમાં અત્યાર સુધીમાં કુલ 50થી વધુ કમળાના કેસ નોંધાતા, આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પીવાના પાણીની લાઈનમાં લીકેજના કારણે, કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આરોગ્ય વિભાગની 15 ટીમ દ્વારા ઘરે ઘરે સર્વે કરીને અને શંકાસ્પદ દર્દીઓને શોધીસારવાર આપવામાં આવી રહી છે. ગામમાં પીવાના પાણીની લાઈનમાં કુલ 9 જેટલા લીકેજ શોધી કાઢી રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. તો ગામમાં સાફ-સફાઈ સહિત ખાણીપીણીની તમામ લારીઓ બંધ કરાવવામાં આવી છે. ગાંધીનગરથી રેપિડ રીસ્પોન્સ ટીમ દ્વારા બ્લડ અને પાણીના સેમ્પલ લઇ તપાસ કરવામાં આવી રહી છે.