આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 102 અંગદાતાના પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું
Live TV
-
સ્વર્ગસ્થ ડોક્ટર એચ.એલ ત્રિવેદીની 90મી જન્મતિથિના અવસરે કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદની સિવિલ મેડીસિટીમાં કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક સ્વર્ગસ્થ ડોક્ટર એચ.એલ ત્રિવેદીની 90મી જન્મતિથિના અવસરે અંગદાતાના પરીવારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે 102 અંગદાતા પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ અંગદાનથી નવજીવન આપનારા તમામ અંગદાતાની સેવાભાવનાને બિરદાવી હતી. ઉપરાંત સિનિયર સિટીઝનની ઘરે બેઠા બ્લડ ટેસ્ટીગ સેવા અને તમામ તાલુકામાં નિ:શુલ્ક ડાયાલિસિસ કેન્દ્રો ટૂંક સમયમાં કાર્યરત કરવાની પણ સરકાર વતી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,કિડની ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સહિત મોટી સંખ્યામાં તબીબી તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
