ગુજરાતના ચાર હજાર ગામડે ઇન્ટરનેટની વાઈફાઈ સુવિધા વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવાનુ આયોજન
Live TV
-
ડિજિટલ ઈંડિયા અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતના ચાર હજાર ગામડે ઇન્ટરનેટની વાઈ ફાઈ સુવિધા વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવાનુ આયોજન ડિજિટલ ઈંડિયા અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. ખેડા પંથકમાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકા માટેના આશરે 63 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતાં તેમણે આમ જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના આ ડ્રીમ પ્રોજેકટને ગુજરા માં સફળ બનાવવા માટે ડિજિટલ ઈંડિયા અભિયાન માટે ચાલુ વર્ષના બજેટમાં મોટી ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રના સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, ગુજરાતને છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો હોવાથી રાજ્ય બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે. ખેડા જિલ્લામાં 100 કરોડના વિકાસ કામ હાથ ધરવા બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
