ઈન્ટરનેશનલ અમેરિકન આર્ટિસ્ટ સ્પર્શ શાહનો વિશ્વ ઉમિયા ધામમાં પ્રોત્સાહક કાર્યક્રમ
Live TV
-
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામ દ્વારા યુવા શક્તિને વૈશ્વિક ફલક રજૂ કરવાના ઉદ્દેશ્યથી ઈન્ટરનેશન આર્ટિસ્ટ સ્પર્શ શાહના પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન અને ડો.જીતેન્દ્ર અઠીયા,માઇન્ટ ટ્રેનર એન્ડ લાઇફ કોચ ડો.ભગીરથભાઈ પટેલ,ડો.બ્રિજેશભાઈ પટેલના સહયોગથી કરાયું હતું.અમેરિકાના મેડિશન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા 'HOWDY MODI' કાર્યક્રમમાં વંદે માતરમનું પ્રથમ પર્ફોમન્સ આપી સુપ્રસિદ્ધ થયેલા.19 વર્ષીય મુળ સુરતનો અને અમેરિકામાં વસવાટ કરતા યુવાન સ્પર્શ શાહે જીવનની અનેક વિટંબણા વચ્ચે પણ જીવનને કેવી રીતે નિખારી શકાય તે અંગે વાત કરી હતી.જન્મ સમયે ૩૫ ફ્રેકચર અને ૧૮ વર્ષમાં જેના શરીરમાં 140 ફ્રેકચર થઈ ચૂક્યા છે એવા ‘ઈન્ટરનેટ સેન્સેશનְ’ સ્પર્શ શાહના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 500થી વધુ યુવાનોએ ભાગ લીધો.આ પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન વિશ્વ ઉમિયા ધામ અને સ્માર્ટ વિલેજ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ ઉમિયા ધામ સમસ્ત સમાજનું આસ્થા અને એકતાનું ધામ છે.કોઇપણ વ્યક્તિ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.આવી વિશિષ્ટ શક્તિઓને પ્લેટફોર્મ પુરુ પાડીને યુવા વર્ગને પ્રોત્સાહીત કરવાના અભિગમ સાથે સંસ્થા કાર્યરત છે. વિશ્વ ઉમિયા ધામના માધ્યમથી સમાજની હકારાત્મક શક્તિઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની છે. આ સમગ્ર સામાજિક શક્તિ ભારતને પણ વિશ્વના નકશામાં એક અલગ સ્થાન અપાવશે.
પ્રોત્સાહક કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરતાં સ્પર્શ શાહે જણાવ્યું; જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખો.યુવાનોએ ત્રણ સુત્રોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સૌ પ્રથમ 'PAY TO FORWARD' અર્થાત્ તમારી પાસે જે પણ સેવા છે તે અન્યને આપો.બીજુ 'LOOSE YOURSELF' સામાજિક જીવનમાં તમારી જાતને ખોઈ બેસી,તમે કંઈક છો એવું ભુલી અન્ય માટે કામ કરો. ત્રીજું,અન્યને ખુબ જ પ્રેમ કરો. તેઓને લાગે આપણે માત્ર તેમના માટે જ છીએ.વધુમાં કહ્યું કે,“ભલે મારાં હાડકાં બટકણા હોય,મારા કંઠ અને મારા સાહસને કોઈ જ તોડી શકે તેમ નથી.”
