ઉકાઇ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા
Live TV
-
રાજ્યભરમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની કરાયેલી આગાહી મુજબ તાપી જીલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હોવાના અહેવાલ છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને કુલ 7 દરવાજા છ ફુટ ખોલીને 87 હજાર 609 ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. ઉકાઇ ડેમની હાલ સપાટી 334.8 ફુટે પહોંચી છે.
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ દરિયામાં ભારે કરંટને કારણે આગામી 26 મી સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે
