ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ ટ્રેનનો નવો સ્ટોપેજ ભાટિયા સ્ટેશન
Live TV
-
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રવાસીઓની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું
ઓખા-રામેશ્વર-ઓખા એક્સપ્રેસ ટ્રેનને ભાટિયા સ્ટેશન ખાસે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓનું સાંસદ પૂનમ માંડમે સ્વાગત કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ભાટિયા ગામે સ્ટોપેજની માંગ હતી, જે પૂનમ માંડમની રજૂઆત બાદ હવે ટ્રેન ભાટિયા ગામે રોકાશે અને ત્યારબાદ આગળ વધશે.
ખંભાળિયા સ્ટેશન પર આયોજિત સમારંભમાં પ્રસ્તાવિત નવા ફૂટ ઑવર બ્રિજ અને પ્લેટફૉર્મ નંબર 1 પર પ્રવાસી લિફ્ટનું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લેટફૉર્મ નંબર 1 પર નવસ્થાપિત કૉચ ઇન્ડિકેટર પ્રણાલી તથા આર.ઓ.વૉટર પ્લાન્ટ સહિત પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિત પ્રવચનમાં સાંસદ પૂનમ માંડમે જણાવ્યું હતું કે, ખંભાળિયા સ્ટેશન પર અંદાજે 1.3 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂટ બ્રિજથી પ્રવાસીઓને અવર-જવર કરવા માટે સરળતા રહેશે.