પ્રધાનમંત્રી મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે લંડન પહોંચ્યા
Live TV
-
કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે #PM @narendramodi પહોંચ્યા લંડન, ક્વીન એલિઝાબેથ સાથે કરશે મુલાકાત
લંડન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018ની કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે મંગળવારે યુનાઈટેડ કિંગડમ પહોંચ્યાં. મંગળવારે મોડી રાતે લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચેલા પીએમ મોદીનું યુનાઈટેડ કિંગડમના વિદેશ મામલાના સેક્રેટરી બોરિસ જહોન્સને સ્વાગત કર્યું.
મળતી માહિતી મુજબ પીએમ મોદી સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગે વડાપ્રધાન થેરેસા મે સાથે બ્રેકફાસ્ટ કરશે. ત્યારબાદ 11 વાગે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને નવાચારના 5000 વર્ષો પર આધારિત એક પ્રદર્શનની મુલાકાત કરશે. અને પછી લિવિંગ બ્રિજ થીમ્ડ રિસેપ્શનમાં પણ ભાગ લેશે.