2654 કરોડનાં કૌભાંડ મામલે સુમિત ભટનાગરની ધરપકડ
Live TV
-
પ્રારંભિક માહિતી અનુસાર, ATS ની ટીમ અને CBI દ્વારા રાજસ્થાનના ઉદેયપુરથી સુરેશ ભટનાગર તેની સાથે જ તેના બંને પુત્ર સુમિત ભટનાગર અને અમિત ભટનાગરની પણ ધરપકડ કરવામાં આવેલ છે.
વડોદરા 2654 કરોડનાં કૌભાંડનો મામલે ATS અને CBIને મળી મોટી સફળતા મળી છે. આ મામલે આરોપી એવા અમિત, સુમિત અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, ATS ની ટીમ અને CBI દ્વારા રાજસ્થાનના ઉદેયપુરથી સુરેશ ભટનાગર તેની સાથે જ તેના બંને પુત્ર સુમિત ભટનાગર અને અમિત ભટનાગરની પણ ધરપકડ કરવામાં આવેલ છે.
રાજ્યની 11 બેંકો સાથે રૂ.2654 કરોડની છેતરપિંડી કરી લાંબા સમયથી ફરાર ત્રણેય પર CBI તરફથી સકંજો કસવામાં આવ્યો હતો. જેના પછી આખરે મંગળાવારે મોડી રાત્રે CBI અને ATSની ટીમને મોટી સફળતા મળી છે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI ત્રણેય આરોપીની દિલ્હી લઈ જઈ શકે છે, જ્યાં તેમની વધુ તપાસ હાથ કરવામાં આવી શકે છે. રાજસ્થાનના ઉદેયપુરમાં આવેલ પરસમહાલ હોટેલમાંથી ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આ ત્રણેય વિદેશ ભાગવાની પેરવીમાં હોવનું પણ જાણવા મળી રહ્યું છે.