ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં કરાયું ભવ્ય રથયાત્રાનું આયોજન
Live TV
-
આજે પરશુરામ જયંતી છે. જે વૈશાખ માસની શુકલ તૃતિયા તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસને અક્ષયતૃતિયા તરીકે મનાવવામાં આવે છે. અક્ષય તૃતિયાના દિવસે જન્મ લેવાના કારણે પરશુરામની શક્તિનો ક્ષય ,થયો નહતો. પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શિવના પરમ ભક્ત પરશુરામ ન્યાયના દેવતા છે. જેમણે અનેકવાર આ ધરતીને ક્ષત્રિય વિહોણી કરી હતી. આજના દિવસને અખાત્રીજ કહેવાય છે જે લગ્ન માટેનું વણમાંગ્યુ મૂહરત કહેવાય છે. તો આજના દિવસે સોનાની ખરીદી કરવાનું પણ ખાસ મહાત્મ્ય છે. તો અખાત્રીજ અને ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર પશ્ચિમદ્વારા શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા ફરી હતી. ભગવાન પરશુરામે ભગવાન વિષ્ણુના અવતાર મનાય છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર લોકોએ શ્રધ્ધા, ભક્તિભાવથી ,ભગવાન પરશુરામનાં દર્શન કરી સ્વાગત કર્યું હતું.