બોટાદના ગઢડામાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
Live TV
-
બોટાદના ગઢડામાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. 14મી એપ્રિલથી નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં ગ્રામસ્વરાજ અભિયાન ચલાવાની જાહેરાત કરી હતી. આ અનુસંધાને 14મી એપ્રિલથી બે મે સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થવાના છે. સ્વચ્છ ભારત અભિયાન ઉજ્જવલા અભિયાન, આયુષ્યમાન ભારત જેવા કાર્યક્રમોની સમજ લોકોને આપવામાં આવશે. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ ગામડાંઓમાં આ યોજનાનો વધુને વધુ લોકો લાભ લે તે જરૂરી છે. આ માટેનું જરૂરી માર્ગદર્શન તેમના કાર્યકરોને આપ્યુ હતું.