વડોદરાના ડાયમંડ પાવરના સંચાલક એવા ત્રણેય પિતા - પુત્રની ગઈકાલે રાત્રે ધરપકડ
Live TV
-
વડોદરાના ડાયમંડ પાવરના સંચાલક પિતા સુરેશ ભટનાગર પુત્ર અમિત અને સુમિત દ્વારા આચરાયેલા 2654 કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં ત્રણેય પિતા - પુત્રની ગઈકાલે રાત્રે 11 વાગે રાજસ્થાનના ઉદયપુરની હોટલમાંથી સીબીઆઈ અને એટીએસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. ગત પાંચમી એપ્રિલના રોજ ડાયમંડ પાવરના વિવિધ ઠેકાણાંઓ પર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવતાં તેઓ ફરાર થઈ ગયા હતા. આ તપાસમાં એન્ફોર્સમેન્ટ વિભાગ પણ જોડાયો હતો અને ત્રણેયની સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યૂ કરાયા હતા. દરમિયાન સીબીઆઈએ ગુજરાત એટીએસની મદદથી પિતા અને બે પુત્રોની ગત 6 એપ્રિલથી ,ઉદયપુરની પારસ મહેલ હોટલમાં રોકાયા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્રણેયની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને આગળની કાર્યવાહી અર્થે ગુજરાત લવાયા છે. આજે સાંજે તેઓને સીબીઆઈ કોર્ટ સમક્ષ હાજર કરાશે.