એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે હેતુસર મહત્વનો પ્રજાભિમુખ નિર્ણય કરતી રૂપાણી સરકાર
Live TV
-
એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે હેતુસર મહત્વનો પ્રજાભિમુખ નિર્ણય, તો મુખ્યમંત્રીએ સમાજના બહોળા હીતમાં લીધેલા આ નિર્ણયને પગલે હાઉસિંગ બોર્ડની આવકમાં પણ થશે વૃધ્ધિ..
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અને સ્લમ સેલના એક લાખથી વધુ પરિવારોને આવાસ માલિકી હક્ક પ્રાપ્ત થાય તે હેતુસર મહત્વનો પ્રજાભિમુખ નિર્ણય લીધો છે.આ નિર્ણય મુજબ લાભાર્થીઓને ફાળવવામાં આવેલા મકાન આવાસના બિલ્ટઅપ એરિયા સિવાયના રહેણાક પ્રકારના અનધિકૃત બાંધકામને શરતોને આધિન ખુલ્લા પ્લોટની જંત્રીના ભાવે તેમજ વાણિજ્ય પ્રકારના અનધિકૃત બાંધકામને ખુલ્લા પ્લોટની જંત્રીના બમણા ભાવે વપરાશ ફી લઇને મૂળ બાંધકામનો દસ્તાવેજ રાજ્ય સરકાર કરી આપશે. ઉલ્લેખનીય છે કે આ પ્રશ્ન વર્ષ 2014થી પડતર હતો.મુખ્યમંત્રીએ સમાજના બહોળા હીતમાં લીધેલા આ નિર્ણયને પગલે હાઉસિંગ બોર્ડની આવકમાં પણ વૃધ્ધિ થશે.