મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઊજવાયો ગુજરાત ઇનોવેશન ફાઉન્ડેશનનો 8મો સ્થાપના દિવસ
Live TV
-
ઇનોવેશન ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર 17 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, નવા પ્રકલ્પોના નિર્માણ માટે કરાશે વધુ 700થી 800 કરોડ રૂપિયાની ફાળવણી
અમદાવાદ ખાતે ગુજરાત ઇનોવેશન ફાઉન્ડેશનના 8મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ઇનોવેશન ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરનાર 17 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોક કલ્યાણ માટેના પ્રશ્નોનું નિરાકરણ ઇનોવેશનથી આવે તે આજની નિતાંત આવશ્યકતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વ્યવસ્થા માટે કટિબદ્ધ છે. સામાન્ય ક્ષેત્રમાં શોધ સંશોધન માટે સાયન્સ સીટીમાં નવા પ્રકલ્પોના નિર્માણ માટે વધુ 700થી 800 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. તેમણે ટેકનોલોજીના સથવારે પ્રજાને નડતી સ્વાસ્થ્ય, ટ્રાફીક, ગંદકી જેવી સમસ્યાઓનું સમાધાન શોધવા પર ભાર મૂક્યો હતો. તેમણે પી.એમ. મોદીના ડિજિટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયાના નવતર વિચાર દ્વારા ઇનોવેશન ક્ષેત્રે આગળ આવવા હાકલ કરી હતી.