હાથ પગની 28 આંગળીઓના સહારે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવે છે ગાંભોઈ ગામના દેવેન્દ્રભાઈ સુથાર
Live TV
-
28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડ અને લીમ્કા બુક રેકોર્ડમાં નોંધાવતા સાબરકાંઠા જિલ્લાનું નામ તેમણે રોશન કર્યું છે.
હિંમતનગરના ગાંભોઈ ગામના સુથાર પરિવારમાં જન્મેલા દેવેન્દ્રભાઈને હાથ પગમાં 28 આંગળીઓ છે. અત્યાર સુધીમાં ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 24 આંગળીઓ ધરાવતી વ્યક્તિનું નોંધાયેલું હતું. પરંતુ હવે આજે 28 આંગળીઓ ધરાવતા દેવેન્દ્રભાઈનું નામ ગીનીશ બુક વર્લ્ડ રેકોર્ડ અને લીમ્કા બુક રેકોર્ડમાં નોંધાવતા સાબરકાંઠા જિલ્લાનું નામ તેમણે રોશન કર્યું છે. નાનપણમાં આ ખોળને કારણે શાળામાં સાથી વિદ્યાર્થીઓ તેમના ચીડવતા ઘર સુધી ઝઘડા પહોંચાત કન્યાઓ પણ તેમણે રીજેક્ટ કરતી પરંતુ તેમના આત્મવિશ્વાસ અને હિંમતના કારણે તેમને કુદરતે આપેલી દુનિયાની અજાયબીને બરકરાર રાખી જીવનમાં આગળ વધવાનું સ્વીકારી લીધું છે. તેઓ ખુદ સુથારી કામ કરે છે જેમાં થોડી તકલીફ પડે છે અને તેમના પગના માપના બુટ તો હજી સુધી મળ્યા નથી. છતાં પણ તેમના પત્ની પારૂલબહેનના સાથના કારણે તેઓ જીવનમાં આગળ વધી રહ્યા છે.