વૃક્ષ ઉછેરની મહત્તા અને માનવ જીવન માટે પ્રકૃતિ તથા પર્યાવરણની સાચવણીનો શુભ સંદેશો આપે છે આઠ મિત્રોનું વૃક્ષપ્રેમી મંડળ
Live TV
-
મોરબીના આઠ મિત્રો ભજનની ધૂન દ્વારા વૃક્ષ ઉછેર અને પ્રકૃતિને ટકાવી રાખવાનો સંદેશો આપે છે.. તો આ વૃક્ષપ્રેમીઓ બે હજાર જેટલા 102 પ્રકારના ઔષધીય વૃક્ષો વાવીને તેનું જતન પણ કરી રહ્યા છે.
ચાર વર્ષ પહેલાં મોરબીના આઠ મિત્રોએ ભેગા થઈ બનાવેલું વૃક્ષપ્રેમી મંડળ વૃક્ષ ઉછેરની મહત્તા અને માનવ જીવન માટે પ્રકૃતિ તથા પર્યાવરણની સાચવણીનો શુભ સંદેશો આપવાનો નવતર પ્રયોગ કરી રહ્યા છે. તેઓ, ભજનની ધૂન દ્વારા વૃક્ષ ઉછેર અને પ્રકૃતિને ટકાવી રાખવાનો સંદેશો આપે છે. આ ધૂનમાં દાન કરનાર દાતાઓના નામ જાહેર કરવામાં આવતા નથી.આ મંડળ હવે 50 સક્રિય સભ્યોનું થઈ ગયું છે. સનાળા ગામે પરિશ્રમ વન બનાવ્યું છે. જેમાં બે હજાર જેટલા 102 પ્રકારના ઔષધીય વૃક્ષો વાવીને તેનું જતન આ વૃક્ષપ્રેમીઓ કરી રહ્યા છે.