25 લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલતા જામનગર પોલીસનું સન્માન
Live TV
-
ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડતા કનખરા પરિવાર અને ભાનુશાળી સમાજ દ્વારા ડીવાયએસપી ઉમેશ પટેલ તેમજ સમગ્ર એલસીબી સ્ટાફને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામનગરમાં પોલીસ સ્ટાફ દ્વારા તાજેતરમાં 25 લાખની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાતા ભાનુશાળી સમાજ અને કનખરા પરિવાર દ્વારા પોલીસ પરિવારનો સન્માન સમારોહ યોજાયો હતો. શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં થોડા દિવસ પહેલાં અજાણ્યા શખ્સો દ્વારા બંગલામાં એકલા રહેતા વૃદ્ધાને માર મારી સોનાનાં ઘરેણાં અને રોકડ સહિત કુલ 25 લાખની લૂંટ કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈને ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડતા કનખરા પરિવાર અને ભાનુશાળી સમાજ દ્વારા ડીવાયએસપી ઉમેશ પટેલ તેમજ સમગ્ર એલસીબી સ્ટાફને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.