કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર- વિન્ડ પાર્કની કામગીરી પુરજોશમાં..
Live TV
-
કચ્છના ખાવડા ખાતે આંતર રાષ્ટ્રીય સરહદ નજીક વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર- વિન્ડ પાર્કની કામગીરી પ્રગત્તિમાં છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, આ પાર્કમાં ડીસેમ્બર-૨૦૨૪ સુધીમાં ૫૦ % તેમજ ડીસેમ્બર-૨૦૨૬ સુધીમાં 100% વીજ ક્ષમતા સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ યોજના નિશ્ચિત સમયમાં પૂર્ણ થાય તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સ્તરે થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા પાર્કને જોડતા ૩૦ કિમીના 2 માર્ગીય એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ થઇ છે. જયારે પ્રોજેક્ટની રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે ‘કમ્પ્યૂટર એડેડ સોફ્ટવેર સિસ્ટમ’ વિકસાવાઈ રહી છે.
