Skip to main content
Settings Settings for Dark

પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે વરદાન સાબિત થશે 'એની-સ્માર્ટ ક્લાસ' 

Live TV

X
  • ડિજિટલ ઈન્ડિયા વીક-2022 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200થી વધુ સ્ટોલ સાથે આ પ્રદર્શન મેળામાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સેવાઓ કેવી રીતે સરળતાથી મળી રહે છે તે અંગેની માહિતી આપવામાં આવી રહી છે. આ પ્રદર્શનને નિહાળવા માટે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ-શહેરીજનો સહિત વિવિધ વિષયોના તજજ્ઞો દેશભરમાંથી ઉમટી રહ્યાં છે. આ પ્રદર્શનમાં વિવિધ નવાસંશોધનો અંગેના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને સાક્ષર બનાવવા માટે “એની-સ્માર્ટ ક્લાસ” નામના ડિવાઈસની એક નવી પહેલ કરવામાં આવી છે. 

    સમગ્ર વિશ્વમાં બ્રેઈલ સાક્ષરતા દર ચિંતાજનક સ્તરે છે.ભારતમાંબ્રેઈલ સાક્ષરતા દર માત્ર 1 ટકા જેટલો છે. આ સાક્ષરતા દરને 100 ટકા સુધી લઈ જવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. દેશના જ એક આત્મનિર્ભર સ્ટાર્ટઅપ થકી એક વિશેષ ડિવાઈસ તૈયાર કરાયું છે. જે બ્રેઈલ શિક્ષણ ક્ષેત્રે સાક્ષરતા દર વધારવા માટે મહત્વપુર્ણ સેતુની ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત અંતર્ગત અનેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન “એની-સ્માર્ટ ક્લાસ”નો ઉલ્લેખ કર્યો હતો. બ્રેઈલ શિક્ષણ પ્રદાન કરવાના માનવીય અભિગમ સાથે થિંકરબેલ લેબ્સ એ “એની-સ્માર્ટ ક્લાસ”નામનું એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ વિકસાવ્યું છે. ‘એની’ એ વિશ્વનું પ્રથમ બ્રેઇલ સાક્ષરતા ઉપકરણ છે. જે પ્રજ્ઞાચક્ષુ લોકોને સ્થાનિક ભાષાઓમાં ઇન્ટરેક્ટિવ ઑડિયો-માર્ગદર્શિત સામગ્રી દ્વારા બ્રેઇલ વાંચવાનું, લખવાનું અને ટાઇપ કરવાનું શીખવામાં મદદ કરે છે. આ ટેક્નોલોજી ભારતના 16 રાજ્યોમાં 9 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ડિવાઈસ લાખો પ્રજ્ઞાચક્ષુ બાળકોને સાક્ષર બનવામાં મદદ કરશે, જેનાથી તેઓ શિક્ષિત બનશે. આ સ્ટાર્ટઅપથી પ્રજ્ઞાચક્ષુ બાળકોનો રોજગાર મેળવવા માટેનો અને આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો બનશે. 

    ‘એની’હેલીઓસ (એનાલિટિક્સ) દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિનું સરળ નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા અને ઇકોસિસ્ટમ સાથે સંકલન કરીને નવી માહિતી ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. ભૂલો માટે ત્વરિત જવાબ પણ આપે છે. જેનાથી વપરાશકર્તાનું સતત મૂલ્યાંકન થઈ શકે છે, જે શીખતા બાળકો માટે કાંઈક નવું શીખવાના આકર્ષણને પણ જાળવી રાખે છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો ઇન્ટરેક્ટિવ ઓડિયો-માર્ગદર્શિત સામગ્રી દ્વારા બ્રેઇલમાં વાંચવાનું, લખવાનું અને ટાઇપ કરવાનું શીખે છે. બ્રેઇલ સાક્ષરતા દર અને શીખવાના પરિણામોમાં સુધારો થઈ શકશે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આનંદ માણતા, પોતાની જાતે વાંચવાનું, લખવાનું અને બ્રેઈલમાં ટાઈપ કરવાનું શીખી શકે છે. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ‘એની’ને ટચ અને ધ્વનિ બંને દ્વારા બાળકો સાથે જોડાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ડિવાઈસમાંથી એક આકર્ષક અવાજ સૂચનાઓ અને માર્ગદર્શન આપે છે, આ સિવાય ‘એની’ પર આવેલા વિશાળ બ્રેઈલ ડિસ્પ્લેથી સ્પર્શ દ્વારા શીખવાનું વધુ સરળ બનાવે છે. મહત્વનું છે કે ‘એની’માટે નીતિ આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી છે. UNDP એ ‘એની’ને શિક્ષણ મેળવવાની શ્રેષ્ઠ રીત તરીકે સ્વીકારી છે. “એની-સ્માર્ટ ક્લાસ”ના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં સાક્ષરતા દર વધશે. અને પ્રજ્ઞાચક્ષુ બાળકો સામાન્ય બાળકોની જેમ સાક્ષર થઈને દેશની ઉન્નતીમાં પોતાનો ફાળો આપી શકશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply