Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 210 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂપાલમાં વરદાયિની માતાજીના મંદિરની સન્મુખ યોજાયેલા સમારોહમાં રૂપાલ અને વાસણ ગામના તળાવોના નવીનીકરણ, કલોલ તાલુકાના બે રેલવે ઓવરબ્રિજ તથા વિશ્વ ઉમિયા ધામને જોડતા માર્ગને ફોર ટ્રેક કરવાના કામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું  હતું. કેન્દ્રીયમંત્રીના હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 210 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ તેમણે રૂપાળું રૂપાલ, સ્વચ્છ રૂપાલ : રૂપાલ અને વાસણ ગામના તળાવોના નવીનીકરણ કામનો શુભારંભ કરાયો હતો.
     
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે,  કેન્દ્રની પ્રસાદ યોજનામાં સમાવિષ્ટ ઐતિહાસિક ધાર્મિક સ્થળ રૂપાલનો વિકાસ પણ આયોજનબધ્ધ કરાશે. સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરીને પછી હું મારા મતવિસ્તારના લોકોના દર્શન કરવા આવ્યો છું. સાથે જ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક જિલ્લામાં 75 તળાવોના નિર્માણની હાકલ કરી છે. 
     
    અમિત શાહે કુલ રૂપિયા 210 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રૂપાલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે, તેનો આયોજનબદ્ધ વિકાસ થાય એ દિશામાં કામ થઈ રહ્યું છે. રૂપાલ સમગ્ર દેશ અને ગુજરાતનું મહત્વનું યાત્રાધામ બનશે. અમિત શાહે કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રત્યેક જિલ્લામાં 75 તળાવોના નિર્માણની હાકલ કરી છે. ગાંધીનગર જિલ્લામાં 75 અમૃત સરોવરો બનાવવાની ખાતરી આપી હતી. 

    કાર્યક્રમના મુખ્ય સ્ટેજ પર કેન્દ્રીય ગૃહમંત્રીની 120 કિલોગ્રામ ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા માટે રુપિયા 70 લાખના વાહનો આપવામાં આવ્યા. તેમણે મંદિર પરિસરની સામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામની પંચવટીમાં કદમ્બનુ  વૃક્ષ વાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply