કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપી યાત્રાની શરૂઆત કરશે
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતીય ધ્વજના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને વધારવાનો છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં 'હર ઘર તિરંગા યાત્રા'ને લીલી ઝંડી આપી યાત્રાની શરૂઆત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતીય ધ્વજના માધ્યમથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતાને વધારવાનો છે. આ યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત કેટલાક દિગ્ગજ નેતાઓ જોડાશે. અમદાવાદના વિરાટનગરથી આ યાત્રાનો પ્રારંભ થશે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા રાજ્યના ચાર મહાનગરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ નિકોલ ખોડીયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે.
આ યાત્રામાં 1000થી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહેશે
તિરંગા યાત્રાને પગલે રૂટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું. ફુવારા સર્કલ થઈ ઓઢવ રિંગ રોડ તરફ જતો તથા ઓઢવ રિંગ રોડ તરફથી ફુવારા સર્કલ તરફ આવતો પૂર્વથી પશ્ચિમ તરફનો 300 મીટર જેટલો માર્ગ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. શહેરના પૂર્વ વિસ્તારમાં યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના હોવાથી સમગ્ર તિરંગા યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સમગ્ર રૂટ ઉપર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી ક્યાંય પણ ભીડભાડ ન થાય તેને ધ્યાનમાં રાખી 1000થી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓ હાજર રહેશે. બપોરે ત્રણ વાગ્યાથી વિરાટનગર પૂર્વ ઝોનની ઓફિસથી કેનાલ થઈને ખોડીયાર નિકોલ મંદિર સુધીના રોડ વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે
અમદાવાદના વિરાટનગરના કેસરીનંદન ચોક થઈ બેટી બચાવો સર્કલ વિરાટનગર ઝોનલ ઓફિસથી ઉત્તમનગર ખોડિયાર મંદિરથી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરીને જીવણવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ સુધી તિરંગા યાત્રા યોજાશે. શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, એસઆરપી બેન્ડ, ફાયરના જવાનો, શાળાના બાળકો, રમતવીરો તથા વિવિધ સમાજના આગેવાનો અને અલગ-અલગ પંથ ધર્મના ધર્મગુરુઓ તેમનાં અનુયાયીઓ સહિત 50 હજારથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.
