Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દત્તક લીધેલુ બિલેશ્વરપુરા ગામ આદર્શ ગામ

Live TV

X
  • ગુજરાતના વિકાસ મોડેલનો દેશ ભરમાં ડંકો વાગી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દત્તક લીધેલા ગામે પણ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ગાંધીનગર જિલ્લાનું છત્રાલ પાસેનું બિલેશ્વરપુરા ગામ આદર્શ સાંસદ ગામ દેશભરમાં અવ્વલ રહ્યું છે આદર્શ ગામ તરીકે તમારી કલ્પનામાં જે પણ માળખાકીય સવલતો આવે તે બધું જ આ ગામમાં ઉપલબ્ધ છે. જેમાં પાકા રોડ, ભુગર્ભ ગટર, દરેક ઘરે પાણી, બાળકો માટે આંગણવાડી તથા શાળા-આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય અને સ્ટ્રીટ લાઈટ તેમજ સીસીટીવી કેમેરા સાથે સ્વચ્છતા અંગે વિશેષ ધ્યાન આ ગામમાં રાખવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, ફક્ત બે વર્ષમાં ગાંધીનગર શહેર જેવી માળખાકીય સુવિધા બિલેશ્વરપુરા ગામના લોકોને પૂરી પાડી સમગ્ર દેશમાં આદર્શ સાંસદ ગામ તરીકે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. 

    બિલેશ્વર ગામની વાત કરીએ તો ગામમાં તમામ પાયાની સુવિધાને લઈને આદર્શ ગ્રામ યોજનાના પોર્ટલ ઉપર એન્ટ્રી કરાવવામાં આવી હતી જેમાં ગામને 99.53 નો સ્કોર મળ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વર્ષ 2020 માં આ ગામની પસંદગી કરતા અધિકારીઓની ટીમે કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજનાઓની અમલવારીની માહિતી મેળવી અને તલાટી દ્વારા આદર્શ ગ્રામ યોજનાના જુદા જુદા સાત ફેક્ટરમાં વિભાજિત કરી સુવિધાની સાથે ગ્રામજનોને આત્મનિર્ભર બનાવવાની પણ પહેલ કરવામાં આવી છે. સાથે સાથે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ ખુલ્લામાં શૌચ મુક્ત ગામ અને વનીકરણના પણ કાર્યો કરવામાં આવ્યા છે. આ તમામ કામગીરીનો શ્રેય સ્થાનિક ગ્રામજનો તેમના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને આપી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply