નર્મદાઃ રાજપીપળા ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરાયું
Live TV
-
સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં આગામી તા.1 થી 7 ઓગષ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા મહિલાઓને કેન્દ્રમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે નર્મદા જીલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા રાજપીપળા ખાતે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ મહિલાઓ આર્થિક રીતે પગભર થવાનો છે. નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મમતાબેન તડવીએ આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. આ સ્વરોજગાર મેળામાં વિવિધ સ્ટોલમાં હાથ બનાવટની ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. સાથો સાથ વિવિધ ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું .
