રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 874 નવા કેસ અને 1030 દર્દીને રજા અપાઈ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 874 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 1030 દર્દીને રજા આપવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન 287, વડોદરા કોર્પોરેશન 92, ગાંધીનગર કોર્પોરેશન 41, વડોદરા 28, મહેસાણા 37, સુરત કોર્પોરેશન 35, ગાંધીનગર 34, રાજકોટ કોર્પોરેશન 31, પાટણ 26, કચ્છ 25, રાજકોટ 25, બનાસકાંઠા 21, મોરબી 19, સુરત 18, ભાવનગર કોર્પોરેશન 16, નવસારી 15, સાબરકાંઠા 14, આણંદ 13, વલસાડ 13, અમરેલી 12, જામનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ભરૂચ 8, અરવલ્લી 6, ગીર સોમનાથ 6, ખેડા 6, પંચમહાલ 6, જામનગર 4, સુરેન્દ્રનગર 3, જૂનાગઢ 2, પોરબંદર 2, બોટાદ 1, તાપીમાં 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 6257 પર પહોચ્યો છે. આ પૈકી 13 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 6244 છે. જ્યારે અત્યાર સુધીમાં 12,39,423 દર્દી સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,971 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કુલ 268820 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.71 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 98.63 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.
