કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના નાગરિકોને સેવા-સવલતો માટે આપશે અનેક ભેટ: મંત્રી જીતુભાઈ વાઘાણી
Live TV
-
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણું અભિમાન છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આપણું સ્વાભિમાન છે. ગુજરાત સાથે વિશેષ આત્મીયતા ધરાવતા આ બંને વૈશ્વિક નેતા જ્યારે જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે ગુજરાતના નાગરિકોની સેવા અને સવલતો માટે અનેક ભેટ આપતા જાય છે. આજથી બે દિવસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિવિધ કાર્યક્રમો થકી નાગરિકોને અનેક ભેટ આપી છે.
મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે આજે ગુજરાત પોલીસના વિવિધ ટેકનોલોજી આધારિત નવા આયામોનું લોકાર્પણ કર્યું છે. રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર- ત્રિનેત્રનું ઉદઘાટન કરી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેન્સ એન્ડ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવી છે. અમિત શાહે પોતાના દેશની સાથે સાથે પોતાના ગામ અને પોતાના વતન એવા માણસાની પણ વિશેષ ચિંતા કરીને માણસાના વિકાસ કાર્યો લોકર્પિત કર્યા છે.
જેમાં પોષણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા નવ નિર્મિત ઔદ્યોગિક રસોડાનું ઉદ્ઘાટન, મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ, માણસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ તેમજ વિકાસલક્ષી અન્ય કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. તેવી જ રીતે આવતીકાલે તા. ૨૪ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સવારે ૯:૩૦ કલાકે અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે કળશ સ્થાપના કરશે. તે ઉપરાંત મિશન મિલિયન ટ્રી અંતર્ગત સરદાર પટેલ રિંગ રોડ, ઓંગણજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપીને બોપલ ખાતે EWS આવાસ યોજનાના શુભારંભ કરાવશે.
