Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી બે દિવસ પાટણ જિલ્લાની મુલાકાતે

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી બે દિવસ પાટણ જિલ્લાની મુલાકાત લેશે. બે દિવસના પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય મંત્રી પાટણ જિલ્લાના નાગરિકો અને આગેવાનો સાથે સીધો સંવાદ કરશે. પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, આ ઉપરાંત જિલ્લામાં સરકારી યોજનાઓનો લાભ સ્થાનિકો સુધી કેટલો પહોંચ્યો તેની વિગતો જિલ્લાના અધિકારીઓ પાસેથી મેળવશે. 

    બીજા દિવસે પાટણમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સવારે રાણકી વાવની મુલાકાત લેશે. આ ઉપરાંત કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી ભદ્રાડા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના પાટણ જિલ્લાના પ્રવાસને લઈને આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply