રાજકોટઃ લોકમેળામાં આરોગ્ય વિભાગનું ચેકીંગ, રુ. 80 હજારનો આઈસ્ક્રીમનો જથ્થો સીલ
Live TV
-
રાજ્યમાં ઠેર ઠેર લોકમેળા યોજાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજે આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિવિધ ફુડસ્ટોલ પર ચેકીંગ કર્યું હતું જેમાં એક આઈસ્ક્રીમના સ્ટોલ પર ચેકીંગ દરમ્યાન પેકેજીંગની તારીખ કે, ઉત્પાદન કર્યાની તારીખ લખ્યા વગરનો આઈસ્ક્રીમ વેચાતો હોવાનું સામે આવ્યું હતું. તારીખ લખ્યા વગરના કુલ 80 હજારની કિંમતનો આઈસ્ક્રીમનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લોક મેળામાં 5 દિવસ દરમ્યાન લાખો લોકો મેળાનો આનંદ પરીવારજનો સાથે માણે છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. આ ઉપરાંત ફ્રુટ વેચતા ધંધાર્થીઓને પણ ઢાકેલું તેમજ ફ્રેશ ફ્રુટ વેચવા તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી.
