રાજસ્થાનમાં રામદેવરા જતા યાત્રાળુને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 4 લોકોના મોત થયા
Live TV
-
રાજસ્થાનમાં રામદેવરા જતા પાલી પાસે યાત્રાળુઓના ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના 4 લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્તો થયેલા લોકોને સારવાર માટે શિવગંજ હોસ્પિટલમા ખસેડાયા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પાલીમાં થયેલી માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, રાજસ્થાનના પાલીમાં થયેલ માર્ગ અકસ્માતમાં થયેલા 4 લોકોના મૃત્યુથી દુખી છુ. તેમજ ઘાયલોના ઝડપથી સાજા થઈ જવાની પ્રાર્થના કરૂ છુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘટના અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે રાજસ્થાનના પાલીમાં થયેલ માર્ગ અકસ્માત દુખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે.
