દ્વારકાધીશ મંદિરમાં મધરાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાઈ
Live TV
-
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી દ્વારકામાં કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દ્વારકાની ગલીઓ અને દ્વારકાધીશ જગતમંદિર નંદ ઘેર નંદ ભયો જય કનૈયાલાલ કી' ના નાદ સાથે ગુંજી હતું. મધરાત્રે 12 વાગ્યે જન્મોત્સવની આરતીમાં મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમ, ધનરાજ નથવાણી સહિત જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા હાજર રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લાખો શ્રદ્ધાળુઓએ જન્મોત્સવ હર્શોઉલાસથી ઉજવ્યો હતો. આ અવસરે પૂર્ણેશ મોદીએ પણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપી હતી.
