ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારદીપુર ગામમાં નક્ષત્ર વનનું લોકાર્પણ કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં નારદીપુર ગામમાં નક્ષત્ર વનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં 27 નક્ષત્રો પ્રમાણે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. બીજી તરફ, જન્માષ્ટમીના શુભઅવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ તમામ ગ્રામજનોને, શુભેચ્છા પાઠવી હતી.
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નારદીપુર ગામના તળાવના સૌંદર્યકરણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે, ગટરનું પાણી તળાવમાં ન ઠાલવવા અને તળાવને સ્વચ્છ અને સુદ્રઢ બનાવવા માટે ગામવાસીઓને અપીલ કરી હતી.
