કૉંગ્રેસ અને મેધા પાટકરની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ : વિજય રૂપાણી
Live TV
-
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નર્મદા વિવાદીત મુદ્દે મેઘા પાટકરનું સમર્થન કરી ભાજપ પર આક્ષેપો કરતા નિવેદનનો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વળતો જવાબ આપ્યો છે.
નર્મદા મુદ્દે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, કૉંગ્રેસ અને મેધા પાટકરની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે. કૉંગ્રેસ કાયમી નર્મદા વિરોધી રહી છે. નર્મદાના મામલે કૉંગ્રેસના નિવેદન પર મને હસવું આવે છે અને સાથે દુઃખ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસના વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નર્મદા મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, નર્મદા મુદ્દે ભાજપની નીતિ ચોરી પર સીનાજોરી સમાન છે. પરેશ ધાનાણીએ મેધા પાટકરનું સમર્થન અને નર્મદા માટે મેધા પાટકરનો આભાર માનતા કહ્યું કે સરદાર સરોવર બંધ ઉપર દરવાજા ચડાવ્યા પછી પણ તેની કુલ ક્ષમતા સુધી પાણી ભરવાની મંજૂરી ન મેળવી શકાઈ હોત. આ પાણી ભરવાની મંજૂરી મેધા પાટકરના આંદોલનને આભારી છે. ગુજરાતના પ્રભારી અને કૉંગ્રેસ નેતા રાજીવ સાતવે મેધા પાટકરને સમર્થન આપ્યું તે અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે, આ સમર્થન ગુજરાતના હિતમાં હતું