સોમનાથ મહાદેવને વધુ 30 કિલો સોનુ અર્પણ
Live TV
-
લખી પરુવારે અત્યાર સુધીમાં 140 કિલો સોનુ દાન કર્યું છે.
ભારત વર્ષની અસ્મીતાના પ્રતિક સમા એવા પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મહાદેવ મંદિરનો ફરી સુવર્ણ યુગ આવવા જઇ રહ્યો છે. સોમનાથ મંદિરને લખી પરિવારે વધારે 30 કિલો સોનુ અર્પણ કર્યુ. લખી પરીવાર દ્વારા અત્યાર સુઘીમાં કુલ ૧૪૦ કીલો સુવર્ણ દાન કરવામાં આવ્યું છે. હાલના ૩૦ કીલો સુવર્ણ દાનથી મંદિરના સ્થંભ સહીતના અન્ય ભાગોને સુવર્ણ જડિત કરવાની કામગીરી હાથ ધરાશે. અંદાજે ૯.૫૧ કરોડનું સુવર્ણ દીલ્હીથી લોખંડી સુરક્ષા સાથે સોમનાથ ખાતે પહોંચ્યું હતું. દિલ્હીના ખાસ કારીગરો દ્વારા ટુંક સમય માં સ્થંભોને સુવર્ણ મંડીતની કામગીર હાથ ઘરવામાં આવશે.