કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે સોનેરી દિવસ સાબિત થયો
Live TV
-
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે સોનેરી દિવસ સાબિત થયો છે. કારણ કે, છેલ્લા દિવસે ભારતે 4 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. તો ભારતીય ખેલાડી લક્ષ્ય સેને બેડમિન્ટનમાં પુરુષ સિંગલ અને પી.વી. સિંધુએ બેડમિન્ટનમાં મહિલા સિંગલનો ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે જી. સાથિયાને ટેબલ ટેનિસના પુરુષ સિંગલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે ભારતે કુલ 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 61 મેડલ પોતાના નામે કર્યા છે. મેન્સ હૉકીની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય હૉકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ છે. એટલે હવે ભારતીય હૉકી ટીમે સિલ્વર મેડલ જીત્યો છે.
