વિસનગરના કુવાસણાના ખેડૂતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર પ્રયોગ હાથ ધર્યો
Live TV
-
વિસનગર તાલુકાના કુવાસણા ગામના પટેલ ગીરીશકુમાર નામના ખેડૂતે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કપાસના પાકમાં નવતર પ્રયોગ કર્યો છે. જેમાં કપાસના પાકમાં દાદા લાડ કપાસ તંત્ર જ્ઞાન નામની પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ દ્વારા કપાસના પાકમાં દોઢથી બે ગણું ઉત્પાદન વધે છે. ચાલુ પદ્ધતિ કરતા આ પદ્ધતિથી કપાસનું વાવેતર કરવાથી કપાસના કાલાનું પણ વજન વધી જશે. ચાલુ પદ્ધતિમાં 1 વીઘામાં 20 મણ રૂનું ઉત્પાદન થતું હોય તો આ પદ્ધતિ અપનાવવાથી 40 મણ ઉત્પાદન લઈ શકાય છે. આ પદ્ધતિ દ્વારા જંતુનાશક દવાઓનો પણ ખર્ચ પણ ઘટી જાય છે. જેનાથી ખેડૂતની આર્થિક બચત પણ થાય છે. તમામ ખેડૂતોને આ પદ્ધતિનો પ્રયોગ કરવા માટે ખેડૂત ગીરીશભાઈ દ્વારા અપીલ કરાઈ છે.
