ગાંધીજીના ગુજરાતની માટીમાં કંઇક ખાસ: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
Live TV
-
મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા યુવાઓને આહ્વાન કર્યુ. તો વિમેન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે MOU થયા.
ગુજરાત યુનિવર્સિટીના 72મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51,622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષ પદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ-કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ-કલામ ભવનમાં જ આયોજિત દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ કહ્યું હતું કે; યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ.
તો, ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી. વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ. તો, 2047 સુધીમાં હાયર એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 65%થી ઉપર લઈ જવા માટે રાજ્યની હાયર એજ્યુકેશન અને સ્કીલિંગ ઇકો સિસ્ટમને સજ્જ કરવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.