ચેન્નઈ ખાતે પ્રધાનમંત્રી ડીસા સહિત દેશના 12 આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલી કર્યાં શરૂ
Live TV
-
FM દ્વારા ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિમી ત્રિજ્યાના વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે.
ચેન્નઈ ખાતે પ્રધાનમંત્રી ડીસા સહિત દેશના 12 આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલી શરૂ કર્યાં
ભારતના પ્રધાનમંત્રી દ્વારા તારીખ 19 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ચેન્નાઈ ખાતેથી કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ.મુરુગનની હાજરીમાં 8 રાજ્યોમાં 12 આકાશવાણી FM પ્રોજેક્ટ ડિજિટલ રીતે શરૂ કરવામાં આવ્યો.
જેમાં 100W FM ડીસા(બનાસકાંઠા) FM સ્ટેશનોમાંથી 1 છે જેને શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી અંદાજે 2.5 લાખની વસ્તીને ફાયદો થશે. આ FM દ્વારા ડીસા શહેરની આસપાસના 12 થી 15 કિમી ત્રિજ્યાના વિસ્તારો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂ. 28 લાખ છે.
એ જ રીતે, આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 12 રાજ્યોમાં 26 FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટ્સનો, પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ પણ ડિજિટલ રીતે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 3 નવા FM પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા (10kW), ભુજ(20kW) અને 10kW FM રાધનપુર(પાટણ જિલ્લો)ને હાલના 100W FMથી 10kW FM ટ્રાન્સમિટર્સમાં અપગ્રેડ કરવામાં આવ્યાં છે.
આમ આ 12 FM ટ્રાન્સમિટર્સના કમિશનિંગ પછી એકંદર કવરેજ વસ્તીના આધારે 60.5% અને 74.75% સુધી વધશે. તેવી જ રીતે 12 રાજ્યોમાં 26 FM શરૂ થયા પછી આ કવરેજ, વિસ્તાર મુજબ 68% અને વસ્તી મુજબ 81% સુધી વધશે.