Skip to main content
Settings Settings for Dark

તપાસમાં કોઈ કચાસ રાખવામાં આવે: અનુપમસિંહ ગેહલોત, વડોદરાના પોલીસ કમિશનર

Live TV

X
  • જીલ્લા મેજીસ્ટ્રેટ આ ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરી વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સુપરત કરશે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરી છે.

    વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 બાળકો, 1 શિક્ષિકા અને મહિલા સુપરવાઈઝર એમ 14 લોકોના મૃત્યુ થયા છે. શાળામાંથી પ્રવાસ માટે તળાવની મુલાકાતે ગયા હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. સાંજે બાળકો બોટિંગ કરવા ગયા ત્યારે એકાએક આખી બોટ નમી પડી હતી અને બાળકોની જીવ બચાવવાની ચીસો પણ પાણીમાં સમાઈ ગઈ હતી.

    ગઈકાલે રાત સુધી ત્યાં રાહત અને બચાવ કામગીરી ચાલી હતી. ઘાયલ થયેલા બીજા બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જીલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોપવા  નિર્ણય કર્યો છે. જીલ્લા મેજીસ્ટ્રેટ આ ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરી વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સુપરત કરશે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે 3 લોકોની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે. 

    આ દુર્ઘટના મામલે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા અને ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજા ઉપરાંત ક્રાઈમ બ્રાંચના ACP, 2 PI અને 1 PSI મળી કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં 15 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પૂછપરછ બાદ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, સાથે કોટિયા કંપની સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. તો, કંપની તેમજ કોર્પોરેશન વચ્ચેનો દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યો છે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply