ગાંધીનગરથી સાતમા 'રાષ્ટ્રીય પોષણ માસ'ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ થશે
Live TV
-
કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા 'રાષ્ટ્રીય પોષણ માસ'ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે
કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા 'રાષ્ટ્રીય પોષણ માસ'ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે. મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે. પોષણ માસ અંતર્ગત દેશભરમાં પોષણ આધારીત વિવિધ વિષયવસ્તુ પર અનેકવિધ કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે.