ગુજરાતના દરિયાકાંઠે સર્જાયેલા 'અસના' વાવાઝોડાની તીવ્રતા ઘટી, કચ્છમાં સંકટ ટળ્યું
Live TV
-
ગુજરાતમાં વરસાદ બાદ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કચ્છના દરિયાકાંઠે સર્જાયું હતું 'અસના' વાવાઝોડું. પરંતુ હવે આ વાવઝોડાની તીવ્રતા ઘટી હોવાથી ખાસ કરીને કચ્છમાં સંકટ ટળી રહ્યું છે. કચ્છમાં આજ સવારથી માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો છે. ગત રોજ માંડવીમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. પરંતુ આજે વરસાદનું જોર ઘટ્યું છે. તો હવે કચ્છવાસીઓને કુદરતી સંકટમાંથી રાહત મળશે.
રાજયમાં મોસમનો સરેરાશ 111 વરસાદ ટકા નોંધાયો છે. પરંતુ કચ્છ ઝોનમાં સૌથી વધુ 176 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે