ગાંધીનગર : ફોરેસ્ટ ભરતીમાં CBRT પદ્ધતિનો વિરોધ કરી રહેલા 100થી વધુ ઉમેદવારોને પોલીસે ડિટેઇન કર્યા
Live TV
-
રાજ્ય સરકારના વન વિભાગની વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાનું અને આજે ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બે દિવસ અગાઉ સીબીઆરટી અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે.
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે. અંદાજિત 100થી વધુ ઉમેદવારોને પોલીસે રામકથા મેદાન તેમજ ઘ- 4 ગાર્ડનમાંથી ડિટેઇન કર્યા છે. કેટલાય ઉમેદવારોએ વરસાદી માહોલ વચ્ચે ત્યાં મેદાનમાં જ રાત વિતાવી હતી.
પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામકથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસ કાર્યવાહી કરી ન હતી. જો કે, આજ સવાર પડતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.રામકથા મેદાન અને ઘ - 4 ગાર્ડનથી આંદોલનકારીઓને ડિટેઇન કરવાનું શરૂ કરી દીધું હતું. ગઈકાલ રાત્રે પણ ઉમેદવારો રામકથા મેદાનમાં આંદોલન ચાલુ રાખ્યું હતું અને ઘણાખરા ખુલ્લા મેદાનમાં જ સૂઈ ગયા હતા. ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્યભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા.
રાતભર ઉમેદવારો ખુલ્લા મેદાનમાં વરસાદી માહોલમાં સૂઈ રહ્યા હતા, પરંતુ સવારે પોલીસનો કાફલો મેદાન ઉપર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા અને પોલીસનાં વાહનોમાં મગોડી ખાતે આવેલા રાજ્ય અનામત પોલીસ દળ-એસઆર પીએફ ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવ્યા હતા.