ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ઉમટી ભીડ
Live TV
-
ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ઉમટી ભીડ
ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ગતરોજ શનિવારના બપોર બાદથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગ વિસ્તારમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓએ બોટિંગ એડવેન્ચર એક્ટિવિટી ઝીપ લાઈનનો આનંદ માણ્યો હતો. જ્યારે આજે રવિવારના રોજ રજાનો દિવસ હોવાથી બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.
ગિરિમથક સાપુતારામાં સ્થાનિક પ્રવાસન પોઈન્ટ એવા ઇકો પોઇન્ટ, વન કવચ, રોઝ ગાર્ડન અને સ્ટેપ ગાર્ડન, આર્ટિસ્ટ વિલેજ, સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ, ગવર્નર હિલ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય અને સરસ મેળાની પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. હાલે ગીરી મથક સાપુતારા ખાતે મેઘ મલ્હાર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક વેપારીઓને રોજગારીની ઉત્તમ તક મળી રહે છે.
