Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્યમાં 230 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

Live TV

X
  • ગુજરાત રાજ્યમાં 230 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

    ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે... ત્યારે છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. દક્ષિણ ગુજરાતના 16 તાલુકામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારીના વાંસદામાં સાત ઇંચથી વધુ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.  તો ધરમપુર, ડોલવણ અને આહવા તાલુકા પણ 5 ઇંચથી વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થઈ હતી.

    નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં  ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના 3 ગેટ 1.6 મીટર ખોલી કરજણ નદીમાં 19,035 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ના ઉપરવાસ દેડીયાપાડા અને સાગબારામાં સારો વરસાદ પડતાં પાણીની 14,915 ક્યુસેક આવક  થઈ રહી છે. અને નર્મદા જિલ્લાના હજરપર, ધાનપોર, ભદામ સહિત 16 ગામો સાવચેત કરાયા છે હાલ કરજણ ડેમ માં લાઈવ સ્ટોરેજ 322.88 MCM સંગ્રહિત છે, જેનાથી આગામી એક વર્ષ સુધી પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply