Skip to main content
Settings Settings for Dark

નવસારીઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ

Live TV

X
  • નવસારીઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ

    નવસારી જિલ્લા ઉપરવાસમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લાની તમામ નદીઓ બે કાંઢે વહેતા ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય છે. નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકા નજીકથી વહેતી અંબિકા નદી ના પટમાં આવેલા બંદર રોડ ના વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે. દેગામ વાળાની ચાલ, સીપયાર્ડમા આવેલ ઘરોમાં પાણી ભરાતા લોકો ની મુશ્કેલી વધી છે. બીલીમોરા શહેરમાં હાલ રૂપાંતર રોડ અને દેશરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ઉપરવાસમાં પડેલ ધોધમાર વરસાદને લઈને કાવેરી અને અંબિકા નદી પ્રભાવિત થઈ છે. જેને લઈને પાલિકા તંત્ર ધ્વરા નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આમ બીલીમોરા નગર પાલિકા તંત્ર અને વહીવટીતંત્ર સાબદુ બન્યું છે.

    નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ થતા છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ બે કાંઠે વહી રહી છે. આથી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. નવસારી અને બીલીમોરા નગર પાલિકાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply