ગીર સોમનાથઃ ઉનાની હોસ્પિટલમાં ત્યજી દેવાયેલ શીશુ મળી આવ્યું, પોલીસે તપાસ આદરી
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ખાનગી હોસ્પીટલમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શીશું મળી આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ખાનગી હોસ્પીટલમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શીશું મળી આવ્યું છે. એક અજાણી મહિલા શીશુને મૂકી ગયાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું છે. ઉના બસસ્ટેશન સામે આવેલ આશિર્વાદ હોસ્પીટલમાં આ ઘટના બની હતી.
હોસ્પિટલના ડોકટર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે બાળકનો કબજો લઇ સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.ખાનગી હોસ્પિટલમાં બાળક મૂકી જનાર મહિલાએ હોસ્પિટલમાં પોતાનું ડમી નામ દર્શાવી કેસ કઢાવ્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફુટેજમાં નજરે પડી રહ્યું છે કે મહિલાના હાથમાં સાડીને છેડામાં શીશુ સંતાડાયું છે અને તે કોઈ આવે નહીં તેનું ધ્યાન રાખીને બાળકનેમૂકીને જતી રહે છે. જો કે આ મહિલા શું આ નવજાત શીશુ ની માતા છે કે અન્ય કોઇ? શા માટે તેણે બાળકને ત્યજી દીધું? આવા અનેક સવાલો હાલ સર્જાયા છે. હાલમાં પોલીસ દ્વારા આ મહિલાની શોધખોળ આદરવામાં આવી છે.