પત્નીની મંજૂરી વિના પતિ સહશયન કરે તો મેરિટલ રેપ ન ગણાયઃ ગુજરાત હાઈકોર્ટ
Live TV
-
ગુજરાત હાઈકોર્ટે સોમવારે દાંપત્યજીવનને લગતા એક કેસને ટાંકી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે સોમવારે દાંપત્યજીવનને લગતા એક કેસને ટાંકી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે, પત્નીની સહમતિ સિવાય પણ જો પતિ પોતાની પત્ની સાથે સહશયન માણે તો એ 'મેરિટલ રેપ' ન ગણાય. એક મહિલા તબીબે
પોતાના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.હાઈકોર્ટે નોંધ્યું છે કે પત્ની સાથે સંભોગ એ પતિનો અધિકાર છે. અન્ય એક અવલોકનમાં નોંધ્યું છે કે પત્ની સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બની શકે છે અને પત્નીની સંમતિ વિના કરવામાં આવેલી જબરજસ્તી ક્રુરતામાં ગણાવી હતી. ગુજરાત
હાઈકોર્ટે, એક તબીબી દંપતિના કેસ મુદ્દે આ અવલોકન આપ્યું હતું.