Skip to main content
Settings Settings for Dark

ગુજકેટ-2025ની હોલટિકિટ આજથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે, આગામી 23 માર્ચે યોજાશે પરીક્ષા

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2025ની પરીક્ષાની હોલટિકિટની લઈને પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષાર્થીઓ આગામી 23 માર્ચ, 2025ના રોજ યોજાવનારી ગુજકેટ-2025ની પરીક્ષા માટે આજે મંગળવારે (11 માર્ચ, 2025) બપોરના 3 વાગ્યાથી ઓનલાઈ માધ્મયથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

    રાજ્યમાં આગામી 23 માર્ચ, 2025ના રોજ ગુજકેટ-2025ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાની હોલટિકિટ gujcet.gsebht.in પરથી ડાઉનલોડ કરી શકાશે. હોલટિકિટ ડાઉનલોડ કરવા માટે પરીક્ષાર્થીઓએ અરજી કરતી વખતે ઉપયોગમાં લીધે મોબાઈલ નંબર અથવા મેઈલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરીને પરીક્ષાની હોલટિકિટ મેળવી શકશે. 

    ગુજકેટ-2025ની પરીક્ષા માટે હોલટિકિટ ફક્ત ઓનલાઈન  માધ્યમથી ડાઉનલોડ કરવાની રહેશે. આ હોલટિકિટમાં શાળાના આચાર્યના સહી-સિક્કા કરવાની જરૂર રહેશે નહી. જ્યારે પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં હોલટિકિટની સાથે કોઈપણ એક ઓળખપત્ર રાખવાનું રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply