Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની થઈ ઉજવણી

Live TV

X
  • ગુજરાતનાં અલગ અલગ જિલ્લામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતનાં મહીસાગર,મહેસાણા જામનગ ડાંગ સહિતના અલગ અલગ જિલ્લામાં ધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે કેટલીક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

    મહીસાગર જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
    મહીસાગરમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખાનપુર તાલુકાના શ્રી કે. એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે ઉજવણી કરવામાં આવી. જિલ્લા કલેકટર નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી હતી. 

    મહીસાગર જિલ્લા કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિધ્ધિ ધરાવતા અધિકારી, કર્મચારી, શિક્ષક, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી. કલેકટરના હસ્તે વિકાસ માટે પ્રાંત અધિકારીને  રૂ. 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.

    મહેસાણા જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
    મહેસાણા જિલ્લામાં વિજાપુર, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈને મંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

    જામનગરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
     જામનગરના વોર્ડ નંબર 11 માં 15 ઓગસ્ટ સવતંત્રતા પર્વ ની  ઉજવણી  કરવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા એ રાસ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે સરકારી સ્કૂલના બાળકોએ દેશ ભક્તિના નૃત્યો રજૂ કર્યા કરવામાં આવ્યા હતા તેમજ વિશિસ્થ સેવા આપનાર અધિકારીઓએ તેમજ વિધ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા , કાર્યક્રમ ન અંતે એક વૃક્ષ માં કે નામ જુબેશ હેથડ આગેવાનો એ સ્કૂલ ના મેદાન માં વૃક્ષા રોપણ કર્યું હતું

    ડાંગ જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે   પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ-ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ.

    આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન મંત્રી પાનશેરીયાએ ખુલ્લી શણગારેલી જીપમા પરેડ નિરીક્ષણ કરી, પ્રજાજનોનુ અભિવાદન ઝીલી, પ્રજાજોગ ઉદબોધન રજૂ કર્યું હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply