પારસી સમાજનું આજે નવું વર્ષ, અગ્નિ દેવની પૂજા કરી ઉજવણી કરાઈ
Live TV
-
દુધમાં સાકળ ભળે તેમ ઈરાનથી આવી ભારતમાં પારસી સમાજે વસવાટ કર્યો છે અને કર્મ ભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. તેવા પારસી સમાજનું આજે નવું વર્ષ છે. આ નિમિતે તેમને અગ્નિ દેવની પૂજા કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.
એક વર્ષના 365 દિવસો હોય છે પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે. 14 તારીખે પારસીઓની પતેતી ગઈ જેમાં વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરે છે અને બીજા દિવસે નવાવર્ષની ઉજવણી કરે છે.
આજે પારસીઓ અગિયારીમાં જઈને 24 કલાક પ્રજવલિત રેહતી અગ્નિ દેવને સુખડના લાકડીઓ ધરાવી પૂજા અર્ચના કરે છે. ઉદવાડા ગામમાં પારસી સમુદાયનું મુખ્ય પવિત્રઘામ બાદ બીજા સ્થાને નવસારી શહેરમાં આતશ બહેરામમાં આવેલ છે. જેમાં ઈરાનથી લાવેલ અગ્નિ(આતશ) સતત ચાલુ છે. જેની મુખ્ય પૂજાઅર્ચના પારસી સમુદાય દ્વારા કરવામાં આવે છે.
નવસારી શહેરમાં આવેલ આતશ બહેરામમાં પારસી બાઈઓ-બેહનોએ આજ સવારથી આવીને અગનીદેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને પારસી વર્ષની શુભકામના પાઠવી નુતનવર્ષની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
